માણસ

By heenaparekh  

કરવતથી વહેરેલાં

ઝેરણીથી ઝેરેલાં

કાનસથી છોલેલાં,

તોય અમે લાગણીનાં માણસ.

બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,

તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં,

ધણધણ ધુમાડાના

બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં:

તોય અમે લાવણીનાં માણસ.

ખેતરમાં ડૂંડામાં

લાલ લાલ ગંજેરી,

શ્યામ શ્યામ સોનેરી,

ભડકે ભરખાયલ છે: દાણા દુણાયલ છે:

ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં-

તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં…દૂધિયાં પિરોજાં,

દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,

માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં:

કાંઠેથી મઝધારે

સરગમને સથવારે,

તોય અમે આવણી ને જાવણીનાં માણસ.

ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.

કરવતથી…

( વેણીભાઈ પુરોહિત )

Share

5 Comments

  1. Posted July 12, 2008 at 11:18 am | Permalink | Reply

    એક સમર્થ કવિ જેમને એમની યોગ્યતા મુજબનું સન્માન ન મળ્યું વેણીભાઇ ની માણસ વિષેની કવિતા સધ્યાન્ત સુંદર છે

  2. સુરેશ જાની
    Posted July 13, 2008 at 7:10 am | Permalink | Reply

    “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.
    તારા રૂપની પૂનમનો પાગલ એકલો.” ના સર્જક

    એમની જીવનઝાંખી વાંચો
    http://sureshbjani.wordpress.com/2007/02/01/venibhai_purohit/

  3. Posted July 13, 2008 at 10:38 am | Permalink | Reply

    સરસ ગીત !

  4. Posted July 15, 2008 at 5:16 am | Permalink | Reply

    very nice song. enjoyed a lot. thanks

  5. chandra.
    Posted July 24, 2008 at 12:49 am | Permalink | Reply

    Very intresting song. thanks.

    By: Chandra
    23/2008

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME