મિત્રને યાદ કરવો એટલે

By heenaparekh  

મિત્રને યાદ કરવો-

એટલે ઘટ્ટ અંધકારમાં ખુલ્લું-ખુલ્લું રડી દેવું

અને પછી ઓચિંતું હસી પડવું.

તું સંવેદી શકે કે હું તને યાદ કરી રહી છું?

ગાઢા શિયાળામાં તેં દીધેલી સગડીનો કેસરિયો ઉજાસ

મારા રુંવે-રુંવે આછેરી ગરમાશ ભરી ગયો છે.

ભર વરસાદે તેં મોકલાવેલો

ફોરાંભર્યા લીલા પાંદ નો પત્ર

પીળો પડી રહ્યો છે

અને મારી આંખમાં ચમકી રહી છે

અજાણ્યે જ ધસી આવેલ અશ્રુબિંદુની સેર.

હું તને યાદ આવતી હોઈશ-

રેડિયો પર પ્રભાતિયાં સંભળાતાં હશે ત્યારે

અથવા બપોરની ખાટ્ટીમીઠ્ઠી છાશ પીતી વેળાએ.

અને સાંજના ઘેરાતા અંધારે

કોઈ પક્ષીની પાંખ ફફડે

તેમ હું તારામાં ફફડી જતી હોઈશ,

એ તો ચોક્કસ.

તને યાદ કરવો

એટલે મારે મને યાદ કરવી

અને વેદનાના રંગોને

મેઘધનુનો આકાર દઈ

સુખ-સુખ વગોળવું એટલું જ પ્રિય!

( કવિતા ચોકસી )

Share

9 Comments

  1. Posted July 13, 2008 at 7:13 pm | Permalink | Reply

    nice poem realy nice
    your poem give reminder of collage time and one best frd…..
    in that time gf ti vadhu best frd hoy
    and i time jaay and ena baad eni yaad ma aa poem perfact che…………………….

    afsos k aj na busy jamana ma koij mate koi ni pase time nati……

  2. Posted July 13, 2008 at 10:29 pm | Permalink | Reply

    SUNDAR RACHANA…I am reminded of my post EK MITRTA on my site CHANDRAPUKAR at
    http://www.chandrapukar.wordpress.com ….

  3. sunil
    Posted July 14, 2008 at 12:59 pm | Permalink | Reply

    Khas mara pan koi Dost hot to hu pan Tamari jem Kalpana karto karekhar Adbut kalpana che

  4. himalek32
    Posted July 14, 2008 at 6:29 pm | Permalink | Reply

    HINA BAHEN

    SUNDAR RACHANA
    HANIF MALEK

  5. Posted July 15, 2008 at 5:19 am | Permalink | Reply

    sundar….મિત્રતાની નાત જાત અલગ… અને અલગારી હોય છે. જે સાચા અર્થમાં પામી શકે એ નશીબદાર કહેવાય.

    અને હું તો હમેશા નશીબદાર રહી છું..!!

  6. Posted July 15, 2008 at 9:04 am | Permalink | Reply

    very nice creation ….
    any such good poem on friendship always reminds of old friends …. who are not forgotten but somewhere in sacred corner of heart …..

  7. Posted July 15, 2008 at 10:56 am | Permalink | Reply

    એક્બીજાથી દૂર પણ એકમેકથી એટલાં જ નજીક બે મિત્રોની સંવેદના સુંદર રીતે વ્યક્ત થઈ છે. જોકે મિત્રોને લગતી કોઇ પણ રચના વાંચતી વખતે મને વર્ષો પહેલાં “ધર્મયુગ”માં વાંચેલી પંક્તિઓ અચૂક યાદ આવી જાય છે.
    “હમ કોઈ કાંચ કે ગિલાસ થોડે હી હૈં
    જો ગીરેંગે ઔર ટુટ જાયેંગે…
    હમ તો દોસ્ત હૈં મેરે યાર,
    પહલે હમ એક દૂસરે કી નજરોં સે ગીરેંગે
    ઔર ફિર આહિસ્તા આહિસ્તા ટુટ જાયેંગે.”

  8. Posted July 15, 2008 at 12:07 pm | Permalink | Reply

    saras rachana!

  9. chetanparekh
    Posted July 23, 2008 at 11:09 pm | Permalink | Reply

    ખુબ સરસ
    મિત્રતા વિશે જેટલુ લખીએ એટલુ ઓછુ.
    રોજેરોજ નવી રચના મુકી શકે છે તે માટે અભિનંદન .

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME