જીવનભરના તોફાન-અબ્બાસ એ. વાસી “મરીઝ”

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું,

              ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

              છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો,

              ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

              છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હ્રદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

              કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

              કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે,

              સમયના વિના કંઈ તફાવત ન જોયો.

બધીયે મજા હતી રાતે રાતે,

              ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,

              તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશે તો,

              થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,

              હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,

              તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,

              ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,

              નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં

              મરીઝ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો કાંધે કાંધે

              જીવન પણ ગયું છે સહારે સહારે.

( અબ્બાસ એ. વાસી મરીઝ )

Share this

2 replies on “જીવનભરના તોફાન-અબ્બાસ એ. વાસી “મરીઝ””

  1. This was just amazing – our good friend whom we met over the weekend in a picnic and had great fun singing together songs like Sarenga Teri Yaad Mein and many more, passed away on Monday and cremated yesterday and today I got this wonderful touchy “જીવનભરના તોફાન”.
    Thanks a lot, keep it up.

  2. This was just amazing – our good friend whom we met over the weekend in a picnic and had great fun singing together songs like Sarenga Teri Yaad Mein and many more, passed away on Monday and cremated yesterday and today I got this wonderful touchy “જીવનભરના તોફાન”.
    Thanks a lot, keep it up.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.