સૂરજ

By heenaparekh  

પરબીડિયામાં

તમે પાઠવ્યો સૂર્ય….

નવો નક્કોર….

અસલ કેસર ઝબકોળ્યો !

અમે હરખનાં આંસુ મહીં ઘૂંટીને ઘોળ્યો.

કરી લલાટે તિલક, જહીં દીઠું દર્પણમાં,

ગયો ઓગળી-વહી સનેહી ! તવ સમરણમાં !….

રે !

કેટકેટલા સૂરજ, આજલગણ, દૈ તાલી

ગયા ઓગળી આમ, પછી પરબીડિયાં ખાલી !

અને-

વળી આ-

તમે પાઠવ્યો સૂર્ય….

ભલે તો-આજ, અમેયે

એ જ પરબીડિયામાં

ભરી ચાંદ પાઠવશું કોડે

સૂરજ થૈ જે મળશે તમને-

-કોક પરોઢે !

( વિનોદ અધ્વર્યુ )

Share

One Comment

  1. Posted July 24, 2008 at 7:00 pm | Permalink | Reply

    પરબીડિયામાં

    તમે પાઠવ્યો સૂર્ય….

    નવો નક્કોર….

    Sundar….Thanks for sharing.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME