આકાશમાં વાદળાં Aug10 આકાશમાં વાદળાં તળાવમાં કમળની કળી હવામાં તરતાં ઘાસનાં તણખલાં જાંબુડાની ડાળીએ વળગેલો કલશોર ને સોડમાં જંપેલું બાળક ક્યારેક “કંઈક બનશે”ની અપેક્ષામાં થોડી થોડી વારે આવું બધું જોયા કરું છું હાથગાડી નીચે સૂતેલા શ્વાનની જેમ. ( નીતા રામૈયા )