http://heenaparekh.com/2008/08/13/katoro/
એક દિવસ
મને સોક્રેટિસ મળ્યો
એણે પૂછ્યું:
તારી પાસે ઘર છે?
તારી પાસે વસ્ત્ર છે?
તારી પાસે અન્ન છે?
અને પછી
મારો જવાબ સાંભળીને
એણે મારા કાનમાં કહ્યું:
જગત તને પાય એ પહેલાં
તું છાનોમાનો એક ‘કટોરો’ પી લે!
( સાં. જે. પટેલ )



One Comment
chhelli kadi ma lakhyun ke JAGAT TANE PAAY E
PAHELA TU CHHANOMANO EK “KATORO” PI LE.
kharo aanand aavi gayo .
commentby:
chandra.