વરસોનાં વરસ લાગે

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,

બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.


કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં.

અરીસો તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.


કમળતંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક,

ફરીથી જોડવા બેસું તો વરસો ના વરસ લાગે.


આ સપનું તો બરફનો સ્તંભ છે હમણાં જ ઓગળશે,

હું એને ખોડવા બેસું તો વરસો ના વરસ લાગે.


મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે.


( મનોજ ખંડેરિયા )

One thought on “વરસોનાં વરસ લાગે

 1. wah manojbhai.
  aa sansar ja evo chhe ke badhi vaate varso na
  varaso ja lage chhe. bahuj pasanand aavi. tamari
  kalam ham-mesha chalti rahe avi prar-thna.
  comment by:
  chandra

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.