જેને તમે…

જેને

તમે ફૂલો ચડાવી ચડાવીને ગૂંગળાવી મારો છો,

જેને

તમે સુગંધિત ધૂપથી છોળબોળ નવડાવીને પૂજ્યા કરો છો,

જેની આગળ

તમે ખોળો પાથરીને રત્નોના વરસાદની રાહ જોયા કરો છો,

જેને

તમે અન્નના બકરાઓનો ભોગ આપો છો,

જેને

તમે પરચૂરણના ખખડાટોથી મૂંઝવી નાખો છો,

જેના માથામાં

તમે ઘંટના ટકોરાઓનો ઢગલો ઉછેર્યા કરો છો,

એ ઈશ્વરને

હું આવતી કાલે

ફાંસીએ ચઢાવી દઈશ

અને તમને દેશપાર કરી દઈશ

તમે બન્નેય એકબીજાને છેતર્યા કરો છોની શિક્ષારૂપે.

( બાબુ સુથાર )

7 thoughts on “જેને તમે…

 1. Hello heenaji ( Dear friend’s…… friend)

  very good, even though we do every day,we all are cheet to each other & stiill life is going on,we should be easy.

  જેને

  તમે ફૂલો ચડાવી ચડાવીને ગૂંગળાવી મારો છો,

  જેને

  (તમે બન્નેય એકબીજાને છેતર્યા કરો છો-ની શિક્ષારૂપે.

  ( બાબુ સુથાર

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.