સન્દર્ભમાં

બોલકાં બે નેણના સન્દર્ભમાં

એક મૂંગા વેણના સન્દર્ભમાં

મૂંઝવે છે પ્રશ્ન કોરા કાગળે

વ્હાલના એ વ્હેણના સન્દર્ભમાં

ફૂલ વિના તો બીજું બીડું શું?

મ્હેક ભીના કહેણના સન્દર્ભમાં

એક એના નામનું આકાશ છે

આ અહર ને રેણના સન્દર્ભમાં

ચૂપકીદી જાળવી રાખી હજી

લેણના ને દેણના સન્દર્ભમાં

કેટલું લાગે સરસ પંથી જગત

આપણી તરફેણના સન્દર્ભમાં

( પંથી પાલનપુરી )

2 thoughts on “સન્દર્ભમાં

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.