http://heenaparekh.com/2008/08/21/147/
તમે ઓરડામાંથી પસાર થાઓ છો
બે ખૂરશી અને એક ટેબલ
આપણી વચ્ચે છે
તમારા શબ્દોનાં આકારો
આપણી વચ્ચે છે.
સીધા અને ઠંડા રેલ્વેના પાટા જેવી હું
મારી રસ્તાની જૂની પથારી પર સૂતી છું
અંતરો માપતી-
ક્યાંક જતાં જતાં
તમે મારી ઉપરથી ફરી એક વાર
પસાર થઈ જાઓ તેની રાહ જોતી.
( લિન્ડા પાસ્તાન )
લિન્ડા પાસ્તાન અમેરિકન કવયિત્રિ. ૧૯૩૨માં ન્યૂર્યોકમાં જન્મ. “એ પરફેક્ટ સર્કલ ઓફ સન” એમનો કાવ્યસંગ્રહ છે.


