http://heenaparekh.com/2008/08/23/anand/
આ આનંદ મારા પાત્રમાં સમાય
એથી વધુ હોઈ
મેં તારી સામે લંબાવ્યો છે હાથ
હું દાતા નહીં યાચકની હેસિયતથી કહું છું
તું લે આ આનંદને.
શક્ય છે આ આનંદને તારી દ્વિધા બને.
તેં વ્રુક્ષો પાછળ
અને પંખીની આંખ સામે
ખીલેલી
સંધ્યા જોયેલી
એ અહીં ધૂણીનો પિરામિડ ચઢીને ડોકાઈ તે ભલે ડોકાઈ
ને આખા આકાશ નવું અંધારું જોયું તો ભલે જોયું!
પણ કાને મંજરી પહેરીને ઉભેલી વસંતનું શું?
બંધ આંખે આખું ગોકુળ જોતા સંતનું શું?
એવું પણ નથી કે હું ન હોઉં,
ને બીજું બધું તો છે જ.
પણ કંઈક આપવા લંબાયેલા હાથે
પાછો હું લઉં
તો મારા અવ્યક્ત આનંદનું શું?
તારું નામ વ્યક્ત કરે એવા છંદનું શું?
( રઘુવીર ચૌધરી )



2 Comments
HELLO FRIENDS Heenaji
I enjoy afte READING ANAD bY RAGHUVIR CHUATHRY
tHANKS A LOT
BHAGAVANJI
બંધ આંખે આખું ગોકુળ જોતા સંતનું શું?
એવું પણ નથી કે હું ન હોઉં,
ને બીજું બધું તો છે જ.
sundar abhvyakati