કંઠી બાંધી છે તારા નામની
અઢળક ને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.
.
માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ?
કેટલા કોરાને અમે કેટલા ભીંજાણા પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચારધામની
…કંઠી બાંધી છે તારા નામની
.
કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડુ પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
…કંઠી બાંધી છે તારા નામની
.
( અશરફ ડબાવાલા )
NICE MESSAGE IN THE KAVYA !