આ પાર તરસવાનો

આ પાર તરસવાનો ઓ પાર તરસવાનો

કાંઠારૂપે મળ્યો છે વિસ્તાર તરસવાનો

વચ્ચે રહ્યો છે ઝૂલી એક પૂલ સ્મરણઝૂલા

અને એજ મૂળમાં છે આધાર તરસવાનો

લીધા પછીયે ક્યાં સુખ? મુક્યા પછીયે ક્યાં સુખ?

હર શ્વાસને મળ્યો છે ધબકાર તરસવાનો

ક્યારેક વિરડામાં ક્યારેક પૂર સામે

હરરૂપ રંગમાં વ્યવહાર તરસવાનો

કાશીએ પણ જઈશું ને મુકાવીશું કરવત

ને માંગીશું એજ પાછો અવતાર તરસવાનો

( રાજેશ વ્યાસ મિસ્કીન )

One thought on “આ પાર તરસવાનો

  1. Rajeshbhai, tamari kavita dil ne etli asar kari gai
    ke amuk waqkte pachho avtaar lewanu parabhu pase nathi mang-ta. bhuj saras kavita chhe.
    commentby:::
    Chandra.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.