તમે જો પક્ષી છો

By heenaparekh  

તમે જો પક્ષી છો, તો કોઈ શિકારી પણ હશે

દાણા ચણવા જમીન પર ઊતરશો

અને એ પકડી લેશે,

પાંજરામાં પૂરી દેશે.

તમે પાંખો ફફડાવશો,

સળિયા સાથે અથડાઈ અથડાઈ

પાંખો લોહીલુહાણ થઈ જશે,

પછી એક દિવસ તમે મરી જશો.

શિકારી તમને ફેંકી નવું પક્ષી લાવશે.

કોશિશ કરો કે તમે મુક્ત રહો

નહીં તો આકાશમાં દાણા વાવો.

( ચંદ્રશેખર સોકલ્લે-મૂળ હિંદી કવિતા )

Share

2 Comments

  1. chandra.
    Posted September 3, 2008 at 5:33 pm | Permalink | Reply

    ketali dard nak kavita chhe, sachej kahri waat
    chhe.bahuj pasand aavi
    commentby:
    Chandra.

  2. RAMESH K. MEHTA
    Posted November 1, 2008 at 3:12 pm | Permalink | Reply

    LAST TWO LINES WERE REALY CREATIVE AND
    HEART TOUCHING.

    WITH REGARDS…..

    RAMESH MEHTA
    MUMBAI.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME