પાંદડા પડદા બની સંતાડશે ક્યાં સુધી?
એ કળી છે પાંદડા પણ ફાવશે તો ક્યાં સુધી?
ડામવા પડશે અનિષ્ટો આપણે ભેગાં મળી,
ઈશ જો અવતાર લઈને આવશે તો ક્યાં સુધી?
મિત્રને પણ જિંદગીમાં કામ ધંધો હોય છે,
એય તારા ઘાવને પંપાળશે ક્યાં સુધી?
જાય છે દ્રુષ્ટિ હવે રણનીય પેલે પાર લગ,
ભાગવા દે ઝાંઝવાંને ભાગશે તો ક્યાં સુધી?
એમને બસ એક સુંદર સ્વપ્ન આપી દે ‘મધુ’,
દુશ્મનો પણ લાખ નજરો ટાંપશે તો ક્યાં સુધી?
( મધુસૂદન પટેલ )
માનવીમાં માનવતા અને વીવેકબુધ્ધી હશે ત્યાં સુધી … … …