સવારે બાજરીના ડૂંડે – પ્રીતમ લખલાણી

By heenaparekh  

સવારે બાજરીના ડૂંડે મસ્તીથી રમતાં

બે ચાર પંખીઓ…

મને જોતાં જ ફરર કરતાં આભમાં ઉડી ગયા

દી આખો હું

ખેતરને શેઢે લમણે હાથ મૂકીને વિચારતો રહ્યો

કે

હવે ક્યારે સાંજ પડે

અને હું મને ઘરે જઈને અરીસામાં જોઉં

કે કઈ ક્ષણે હું

માણસમાંથી ચાડિયો થઈ ગયો!!

( પ્રીતમ લખલાણી )

Share

2 Comments

  1. chandra
    Posted September 20, 2008 at 12:03 am | Permalink | Reply

    Heenaben aa mokalel kavitama bahuj ras padyo
    commentby
    Chandra

  2. Suresh Jani
    Posted September 21, 2008 at 7:15 am | Permalink | Reply

    માનવ જીવન ઉપર બહુ જ સચોટ વ્યંગ .

    અમારે દસમા ધોરણમાં એક અંગ્રેજી કવીતા ભણવામાં હતી.

    એક બાળક તળાવના કીનારે બેઠું છે. અને એક પક્ષી પણ. એક ગોધો આવે છે, એક ઘોડો આવે છે . પણ પક્ષી ત્યાં જ બેઠેલું રહે છે.
    પછી એક સુટ પહેરેલો સજ્જન આવે છે.
    અને પક્ષી ગભરાઈને ઉડી જાય છે.
    અને બાળક વીચાર્તું થઈ જાય છે.

    It ends with …

    And the child sat a-thinking.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME