માણસાઈને સાચી આજ પરખીએ ચાલો!
માણસ છીએ, માણસ જેમ વરતીએ ચાલો
માણસમાંથી માણસ આજે ગુમ થયો છે
માણસ–તળમાં માણસ એક સરજીએ ચાલો
ચહેરા પરથી હસતાં મહોરાં દૂર કરીને-
માણસને છાજે એ રીતે મલકીએ ચાલો
ભીતરથી અળગી થઈને સંતાઈ ગયેલી
માણસાઈને પાછી ઘેર બરકીએ ચાલો
પરભવના કર્મોનું પાકું ફળ લઈ આવ્યા,
આ જન્મારે થોડી જાત ખરચીએ ચાલો
( અરૂણ દેશાણી )
Heenaben manasne aaj parkhiye chalo.
ketla manasma mansai rahi chhe ? ketalane
samjan padiye, swayam parmatma pan nathi
parkhi sato. Bahuj sundar chhe, 10 taka manvi
updesh leshe to pan aa kavita fadibhut thashe.
Comment by ::::
Chandra.
Hello heenaji
I think you are belongs to saurashtra b coz lang is like that
માણસાઈને પરખીએ ચાલો
( અરૂણ દેશાણી )
is very good
Thanks
Bhagvanji