ખુલ્લું ખાલીખમ – એષા દાદાવાળા

By heenaparekh  

ખુલ્લું ખાલીખમ આકાશ,

ફીક્કો પડી ગયેલો ચંદ્ર,

એકલાં-અટૂલાં તારાઓ,

બાલ્કનીમાં ડોકિયું કરતાં વૃક્ષની ડાળી પરથી

ખરું ખરું થતાં પર્ણો,

અધખૂલી આંખોનાં કોઈક ખૂણે

ચમકવા મથતા અશ્રુઓની મથામણ,

મારી કવિતાની ખુલ્લી પડેલી ડાયરી,

કોરાં પાનાં,

અનેક જનમેદની વચ્ચે તદન એકલો દરિયો,

એનાં ઉછાળાં મારતાં મોજાં,

ને કૂંડામાં ઉગેલું તને ગમતું ગુલાબનું ફુલ,

આ બધાંના સથવારે,

રોજ વિતાવું છું,

તારા વગરની ઉદાસ સાંજ….!

( એષા દાદાવાળા )

Share

3 Comments

  1. Posted October 16, 2008 at 11:25 am | Permalink | Reply

    પ્રિયજન વિનાંની સાંજની ઉદાસીનું સુંદર ચિત્ર.. એષાબહેન સાથે તમને પણ અભિનંદન સુંદર કવિતાની પસંદગી બદલ્

  2. Posted October 20, 2008 at 6:37 pm | Permalink | Reply

    એષાની કવિતા ખૂબ જ ભાવવાહિ અને ઝંઝોળી નાંખે એવા સ્પાર્કવાળી હોય છે. એષાનાં ગળચટ્ટા અવાજમાં એની રચનાઓ અહીં સાંભળી શકો છો…!

    ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત… ઘણી સુંદર સુંદર રચનાઓ પ્રથમવાર અહીં માણવા મળી. તમે બ્લોગ સુંદર બનાવ્યો છે… હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…!!

  3. Posted October 20, 2008 at 6:40 pm | Permalink | Reply

    ફોટોગ્રાફ પણ સુંદર છે…!

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME