સૂનું સ્ટેશન-વસંત અબાજી ડહાકે

ખડક જેવો દેખાતો અચળ,

મહાકાય કાચબો હલવા માંડે

તેમ ગાડી ચાલી અને અચાનક

એને સેંકડો હાથ ફૂટ્યા,

જેમાં સચવાયેલો પ્રેમનો તરફરાટ

પ્લેટફોર્મ પર હલતા હાથોને

સ્પર્શ કરવા માંગતો, આતુર.

મેં હળવેકથી મારો હાથ છોડાવ્યો

અને અસહાય ઊભો રહ્યો,

એને ગાડીને સ્વાધીન કરી,

ત્યારે મારો હાથ પણ હલતો હતો.

દેહથી વિખૂટા પડેલા તરફડતા માથા જેવો.

પછી પ્લેટફોર્મ બોલતું હતું અસંબધ્ધ વાક્યો,

આવનારી-જનારી ગાડીઓની માહિતીના.

જો કે મારે માટે તો બહારનું શહેર પણ હતું

સાવ ઉદાસ,

રસ્તાઓ હતા પણ એ પાછા વળવા માટે નહોતા.

( વસંત અબાજી ડહાકે )

2 thoughts on “સૂનું સ્ટેશન-વસંત અબાજી ડહાકે

Leave a Reply to chandra Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.