http://heenaparekh.com/2008/10/25/ame-re-suku-roo-nu-pumdu/
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા આરંપાર:
આવો રે આવો હો જીવણ આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો રે આવો હો જીવણ આમના.
અમે એ ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડે પ્રજાળો વ્હાલા વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો રે આવો હો જીવણ આમના.
( મકરન્દ દવે )



4 Comments
સદનસીબે મકરન્દ દવેના અત્યંત નિક્ટનાં સ્વજન રાવતભાઇ મારા મિત્ર થાય છે …ને તેથી મકર્ન્દભાઇની આ રચના મને ગમતી રહી છે. સરસ.
કમલેશ
hello heenaji
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને
its a very lovely
( મકરન્દ દવે )
Nice post of Markand Dave….enjoyed !heenaben, see you on CHANDRAPUKAR……
વાહ વાહ ઘનુ ઉતમ ખુબ સરસ વાચિ ને ખુબ આનન્દ થયો