અમે રે સૂકું રૂનું પૂમડું-મકરન્દ દવે Oct25 અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા આરંપાર: આવો રે આવો હો જીવણ આમના. અમે રે સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર; ભેદીને ભીડેલા ભોગળ-આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર: આવો રે આવો હો જીવણ આમના. અમે એ ઊધઈ-ખાધું ઈંધણું, તમે ધગધગ ધૂણીના અંગાર; પડે પડે પ્રજાળો વ્હાલા વેગથી, આપો અમને અગનના શણગાર: આવો રે આવો હો જીવણ આમના. ( મકરન્દ દવે )
સદનસીબે મકરન્દ દવેના અત્યંત નિક્ટનાં સ્વજન રાવતભાઇ મારા મિત્ર થાય છે …ને તેથી મકર્ન્દભાઇની આ રચના મને ગમતી રહી છે. સરસ. કમલેશ Reply
hello heenaji અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને its a very lovely ( મકરન્દ દવે ) Reply
સદનસીબે મકરન્દ દવેના અત્યંત નિક્ટનાં સ્વજન રાવતભાઇ મારા મિત્ર થાય છે …ને તેથી મકર્ન્દભાઇની આ રચના મને ગમતી રહી છે. સરસ.
કમલેશ
hello heenaji
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને
its a very lovely
( મકરન્દ દવે )
Nice post of Markand Dave….enjoyed !heenaben, see you on CHANDRAPUKAR……
વાહ વાહ ઘનુ ઉતમ ખુબ સરસ વાચિ ને ખુબ આનન્દ થયો