હે પ્રભુ…
કોઈ ભૂખ્યાના ઘરે
જેમ ચૂલો સળગે
રોટલીની સુગંધ ફેલાય
અને તપેલીમાં દાળ ખદખદે
હે પ્રભુ, એવું કરો કે
કંઈક કોઈ સૂકું ખેતર દેખાય
તો એની વ્યથાથી
આકાશનું હૈયું ભરાઈ જાય
ગડગડાટ જેવા સિસકારાની સાથે
આંખોનો બંધ તૂટે
અને સમવેદનાનાં નિર્મળ આંસુઓથી
દરેક ફસલની તરસ છિપાય
હે પ્રભુ–
કંઈક આ રીતે નવું વરસ આવે.
ક્યાંક કોઈ ગોળી ન છૂટે
ધનુષમાંથી કોઈ બાણ ન નીકળે
કોઈ ક્રોંચની જોડી ન તૂટે
અને કોઈ પણ વધ જોયા વગર જ
દરેક વાલ્મીકિને
કોઈ નવો છંદ મળી જાય
હે પ્રભુ
કંઈક આવી રીતે નવું વરસ આવે.
( સીતેશ આલોક, અનુ: સુશી દલાલ )
bahuj saras prarth na chhe, tena wakyo khubaj
saras chee.
commentsby
Chandra.
darek jiv mate khobaj prem darashavati kavita vachi aanand thayo, darek manas ne prabhu aavi lagani aape tevi prathana. jaisadguru
આપને નવા વર્ષની શુભેચ્છાઓ.
સુંદર રચના… અન્ય ભાષાઓની વધુ રચના આ રીતે મળતી એવી નવા વર્ષમાં આશા રાખું છું.
કમલેશ પટેલ
http://kcpatel.wordpress.com
HEART TOUCHING, EXCELLENT, SUPERB AND KABILE TARIFF.
YOU R SEEMS 2 BE VERY CREATIVE.
HAPPY DIWALI & PROSPEROUS NEW YEAR.
RAMESH MEHTA