એક પંખી-મંગળ રાઠોડ Oct30 એક પંખી ઊડીને જઈ બેઠું દૂરના એક ઝાડ પર ને સમજાઈ ગયો મને આપણો સંબંધ! કેટલું સ્વાભાવિક હોય છે એક પંખીનું ઊડી જવું! એ ન ઊડી જાય તો જ લાગે નવાઈ. બસ આટલી જ વાત છે. આટલી અમથી વાત પર તું રડે છે? જો ઊડીને આવી રહ્યું છે દૂરથી એક પંખી બીજું તારી તરફ. થાય છે હવે તું ખુશ. બસ આટલી જ વાત છે. આટલી અમથી વાત પર હજીય ક્યાંક કોઈક રડે છે….! ( મંગળ રાઠોડ )
પંખીનું ઉડવું અને સ્વજન કે પ્રેમપાત્રનું જવું – એ એક જ વાત નથી. એ વાત પર પંખી પણ રડતાં હોય છે. હા1 અભીગમ બદલી દુખ હળવું જરુર કરી શકીએ. Reply
Happy New Year.
પંખીનું ઉડવું અને સ્વજન કે પ્રેમપાત્રનું જવું – એ એક જ વાત નથી.
એ વાત પર પંખી પણ રડતાં હોય છે.
હા1 અભીગમ બદલી દુખ હળવું જરુર કરી શકીએ.