ફોન કરજે…!-રિષભ મહેતા

By heenaparekh  

સૂરજ આથમે તો તરત ફોન કરજે…!

કશું ટમટમે તો તરત ફોન કરજે…!

બધા અણગમા ને બધી ચીઢ વચ્ચે-

કશુંક પણ ગમે તો તરત ફોન કરજે…!

મને કોઈ ગમતું નથી આ જગતમાં-

તને જો ગમે તો તરત ફોન કરજે…!

કદી કોઈ સપનાની હત્યાને દેખી

હ્રદય કમકમે તો તરત ફોન કરજે…!

હું ત્રાસી ગયો છું સખત કોલાહલથી

કશું છમછમે તો તરત ફોન કરજે…!

પ્રણયની હજી તો શરૂઆત છે આ

એ ઊભરો શમે તો તરત ફોન કરજે…!

હિમાલય છે એ હું ય જાણું છું કિન્તુ-

કદી એ નમે તો તરત ફોન કરજે…!

કદી અશ્રુ પણ રક્તબિન્દુની જેમ જ-

નયનમાં ઝમે તો તરત ફોન કરજે…!

( રિષભ મહેતા )

Share

4 Comments

  1. Posted October 31, 2008 at 9:36 am | Permalink | Reply

    ફોન કરવાના કારણો ગમ્યા.

  2. Posted November 1, 2008 at 11:41 pm | Permalink | Reply

    જો ફોન ના હોત અને આટલું બધું બની ગયું હોત તો શું થાત?
    કોઈ કહી શકે તો કહો જલ્દી જલ્દી.મારી તો નથી કોઈ વિસાત.

  3. Posted November 8, 2008 at 8:51 am | Permalink | Reply

    રચના વાંચીને તરત

  4. Posted November 8, 2008 at 8:55 am | Permalink | Reply

    રચના વાંચીને તરત ફોન તો નથી કરતો પણ comment મોકલું છું કે બહુ મજાની રચના છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME