તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હ્રદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.
તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?
મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો?
એને છુપાવવા, ઘટાડવા તે મટાડવાના પ્રયત્નો વગર?
મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર?
મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો?
એની હયાતીમાં તમારા જીવનનો સ્રોત અનુભવી શકો છો?
તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર તમને કોણ ટકાવી રાખે છે?
મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે?
( ઓરિયાહ માઉન્ટન ડ્રીમર-કેનેડાના શિક્ષક અને લેખક
અનુ.:ઋષભ પરમાર )
nice selection…
ખાલી ક્ષણોમા તમારો સથવારો તમને ગમે છે ?
સરસ પ્રશ્ન…સાચો પ્રશ્ન..
તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?
બસ આ જ રીતે અન્ય ભાષાઓની રચના આપતા રહો…આવા જ શબ્દો આપણને આપણી પીડા સાથે સ્વસ્થ રાખી શકે છે.
અભિનંદન! સુંદર રચનાની પસંદગી બદલ!
great one exactly heart touching excellent collection by you
so nice words and it s theme