કોઈક તો એવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યા સપનાંઓને આંબવા લાગી હોડ
એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડદોડ
સપનાંઓને બાજુએ મૂકી
શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,
તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ,
આમ તો નર્યા ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ
પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંક આરો ના ઘાટ
ઝાંઝવાઓમાં નેજવાં જેવું
મઝધારે એક નાવનું હોવું
આમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાનના જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ.
( No Author Name Known )
wah wah wah wah heart touching mail very nice great collection very nice poem each and every word are so touching heart
Congrant to you
Very nice and wanna share the same experience with you !
If you can reply. We can be friends
Thanks and awaiting your favourble reply.
Hitu
અડોઅડ શબ્દ માત્ર ભાવકને રચનાની ખૂબ જ નજીક લાવી મૂકી દે છે…અને તેથી જ તેમાં પોતીકાપણું અનુભવાય છે! એ Unknown લેખકને સલામ
karekhar kamleshbhaie je adoad shabda
waparyo chhe ane tena lakhan ne hu samant
thhau chhu.
By:chandrakant Vaitha