વહેવું..-કરસનદાસ લુહાર

એક લીલું રણ વહે છે મારાથી તારા સુધી

રેશમી રણઝણ વહે છે મારાથી તારા સુધી

જે સદીના ચીર નિચોવો છતાં ટપકે નહીં-

એક એવી ક્ષણ વહે છે મારાથી તારા સુધી

લે પરસ્પરના ચહેરા ધોઈએ ને જોઈએ

જો નર્યા દર્પણ વહે છે મારાથી તારા સુધી

એકબીજામાં મળી જઈએ, ભળી જઈએ હવે

હું વહું, તું પણ વહે છે મારાથી તારા સુધી

( કરસનદાસ લુહાર )

2 thoughts on “વહેવું..-કરસનદાસ લુહાર

  1. આટલી સુંદર રચના કમનસીબે મારા વાંચવામાં આવી નહોતી.
    આભાર… અને હા! ડાકિયે કી ઘંટી – ગમી. અન્ય ભાષાની રચના એક અલગ પેજ પર રાખતો હો તો..વિચારજો!

    કમલેશ પટેલ
    http://kcpatel.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *