પગલું

Birth is beginning

And the death is destination

And life is journey:

From childhood

To maturity

And youth to age:

From innocence

To awareness

And ignorance

To knowing:

From foolishness

To descration

And then perhaps

To wisdom

From weakness

And often back again:

From health to sickness

And we pray to

Health again

From offence

To forgiveness

From loneliness to love

From joy to gratitude

From pain to compassion

From grief

To understanding

From fear to faith

From defeat to defeat

To defeat

Until looking backwards

Or ahead

We see that victory

Lies not

At some high point

Along the way

But in having made

The journey

Step by step

A sacred pilgrimage.

( Albert Einstein )

પગલું

જન્મ એક શરૂઆત છે

મૃત્યુ આખરી મુકામ

અને જીવન એક મુસાફરી.

મુસાફરીઓ થતી રહે

બચપણથી પુખ્તતા સુધી

તારુણ્યથી વૃદ્ધત્વ સુધી

નિષ્કપટતાથી સાવધતા સુધી

અજ્ઞાનથી જ્ઞાન સુધી

મૂર્ખતાથી નુકશાન સુધી

અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી

નબળાઈથી તંદુરસ્તી સુધી

ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી

ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી

દોષથી ક્ષમા સુધી

એકલતાથી પ્રેમ સુધી

આનંદથી કૃતકૃત્યતા સુધી

પીડાથી રાહત સુધી

દુ:ખથી સમજણ સુધી

ભયથી વિશ્વાસ સુધી

પરાજયથી પરાજય

અને પરાજય સુધી

અંતથી માંડી છેક શરૂઆત સુધી

જોઈ વળો તો વિજય

સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર

બિરાજિત નથી

પરંતુ

પગલે પગલે કંડારાતી

પુનિત યાત્રામાં જ નિહિત છે.

( આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અનુ: રમણિક અગ્રાવત)

6 thoughts on “પગલું

  1. સુંદર કવિતાનો સુંદર અનુવાદ 1 માણવો ખૂબ ગમ્યો.
    આભાર !

  2. આભાર
    સાચું કહું તો મેં પહેલીવાર આ. આઇંસ્ટાઈનની કવિતા વાંચી! ન સમજાતો સાપેક્ષવાદ કરતાં સમજવામાં સરળ!

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.