સપનામાં પણ ભલેને-સાહિલ

સપનામાં પણ ભલેને ઝુકાવી નજર મળ્યાં

સંતોષ છે એ વાતનો કે મારે ઘર મળ્યાં


આ માર્ગના વળાંક શું જાદુઈ નીકળ્યા

પાછળ રહી જનાર લ્યો! આગળ ઉપર મળ્યાં


આખર સુધી એ વાત તણો વસવસો રહ્યો

વર્ષો પછે મળ્યાં પરંતુ મન વગર મળ્યાં


અંગતપણાનો અંશ ઉમેરી શક્યાં નહીં

બાકી રિવાજ જેમ તો આઠે પ્રહર મળ્યાં


સાહિલ પ્રણયના પંથની શું વાત ન્યારી છે

પૂછ્યા ખબર તમારા તો મારા ખબર મળ્યાં


( સાહિલ )

2 thoughts on “સપનામાં પણ ભલેને-સાહિલ

  1. nice gajhal ! i lkie this sher most —
    આ માર્ગના વળાંક શું જાદુઈ નીકળ્યા

    પાછળ રહી જનાર લ્યો! આગળ ઉપર મળ્યાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *