આકાશ

63099731xqgbs6jh72182003evszalgr732644898xa2egwf2

આકાશ દયાળુ છે

નહીંતર

આપણે માટે

ધગધગતો સૂરજ,

કાતિલ ઠંડકથી

દઝાડતો ચંદ્ર

છાતીએ ચાંપે?

વરસાદ માટે

છાતીમાં કાણાં શું કામ પાડે?

અને આપણી

આડોડાઈ તો જુઓ:

આપણાં પર પડતાં

તમામ દુ:ખોનો દેનારો ક્યાં?

એમ પુછાય ત્યારે

આપણે આંગળી

તો

આકાશ સામે જ ચીંધીએ છીએ.

( ચીનુ મોદી )

2 thoughts on “આકાશ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.