હું એવી ક્ષણની

ના

હું એવી ક્ષણની પ્રતીક્ષામાં નથી

જ્યાં

મારી બાદબાકી થઈ જાય.

બધું જ બધું વિગલિત થયા પછીય

મારે

મારો

હું

તો જોઈએ જ.

જે

મને આ સંદર્ભસૃષ્ટિમાં ઊભો રાખે.

અન્યથા

એના વગર તો હું

કડડડભૂસ કરતો તૂટી પડું વેરવિખેર.

મારે

મારા સિવાયના

કોઈ સરવાળાની જરૂર નથી.


( લાભશંકર ઠાકર )

One thought on “હું એવી ક્ષણની

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.