હું એવી ક્ષણની Nov25 ના હું એવી ક્ષણની પ્રતીક્ષામાં નથી જ્યાં મારી બાદબાકી થઈ જાય. બધું જ બધું વિગલિત થયા પછીય મારે મારો હું તો જોઈએ જ. જે મને આ સંદર્ભસૃષ્ટિમાં ઊભો રાખે. અન્યથા એના વગર તો હું કડડડભૂસ કરતો તૂટી પડું વેરવિખેર. મારે મારા સિવાયના કોઈ સરવાળાની જરૂર નથી. ( લાભશંકર ઠાકર )
લા.ઠા.ની રચના મૂકવા બદલ આભાર. ગમી.