આંગણું વાળો અને વાળી શકો નહિ
ઢોલિયો ઢાળો અને ઢાળી શકો નહિ
રોજ પીંછું ખેરવી ઊડી જતું વિહગ
કેટલું ટાળો અને ટાળી શકો નહિ
શબ્દના કાતિલ હિમાળે આવશો નહિ
હાડ અહીં ગાળો અને ગાળી શકો નહિ
ક્યાંકથી ભરપૂર, ભીની લહેર આવતાં
અશ્રુઓ ખાળો અને ખાળી શકો નહિ
આ સિતારા ચાળવાનું સાવ છે સરળ
ચાંદની ચાળો અને ચાળી શકો નહિ
( સુરેન્દ્ર કડિયા )
ક્યાંકથી ભરપૂર, ભીની લહેર આવતાં
અશ્રુઓ ખાળો અને ખાળી શકો નહિ
Good OnE..!