બંદીઘરો બાંટે છે પ્યાર દરવાજા બંધ છે!
ડગલાં જવા ઝંખે છે બહાર દરવાજા બંધ છે.
થનગનતું કોઈ મારી ભાળ લેવાને આવશે,
આંખો કરે છે ઈંતઝાર દરવાજા બંધ છે.
વૃક્ષે ઊડ્યા ટૌકા પરોઢના અથડાતા તહીં,
ગામે બધિર છે નર ને નાર દરવાજા બંધ છે!
કોઈ પ્રવેશી ના શકે અહીં એવી ચોકી છે,
ફોરમ થઈ ફૂલો પસાર, દરવાજા બંધ છે.
ભેદી ભઈ હલચલ ત્યાં મધરાતે કારાગૃહે,
છોરુ સમો બંદી ફરાર દરવાજા બંધ છે.
અંધારના ભીડેલ આગળા ભાંગી નાખશે,
આવે છે ઓજસ્વી સવાર દરવાજા બંધ છે!
( ભાનુપ્રસાદ પંડ્યા )
સુંન્દર રચના
સુંન્દર વિચાર
સુંન્દર આચાર
છ્તાં લોકોના મનના દરવાજા બંધ !!
ડો.સુધીર શાહ
સરસ રચના. તમને આવી સુન્દર રચના મોકલવા અભિનન્દન્.