નથી આવ્યું…

એને નમન જે તળમાં સમજીને નથી આવ્યું.

પરબારું આવ્યું જે એ અટકીને નથી આવ્યું.


કાગળ-કલમથી એને પોંખીને વધાવી લ્યો,

આ વાદળું તો ક્યાંયે વરસીને નથી આવ્યું.


આવ્યું છે નેક નિય્યત ને અડગ ઈરાદાથી,

અસ્તિત્વ તારા છળમાં લપસીને નથી આવ્યું.


આ સ્મિત છે જે રૂપો બદલીને છેતરે છે,

આંસુ કદીયે વાઘા બદલીને નથી આવ્યું.


મુફલિસ હો કે તવંગર તારી આ બજારેથી

કોઈ નથી જે ખુદને ખરચીને નથી આવ્યું.


અશરફ લિબાસ એવો પહેરીને ફરે છે કે,

સપનું હજી તો જેનું દરજીને નથી આવ્યું.


( અશરફ ડબાવાલા )

One thought on “નથી આવ્યું…

  1. કાગળ-કલમથી એને પોંખીને વધાવી લ્યો,

    આ વાદળું તો ક્યાંયે વરસીને નથી આવ્યું.

    Very Nice…Really

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.