યાત્રી આપશે

એ દિવસ સાથે જ રાત્રી આપશે

એથી આગળ શું વિધાત્રી આપશે


એની સામે આઈનો ના મૂક, દોસ્ત

એ અભિનય એકપાત્રી આપશે


શબ્દ ખુદનો શોધવો પડશે સ્વયં

ફક્ત કૈં શબ્દાર્થ શાસ્ત્રી આપશે


કળ બધીયે હો ભલેને હાથમાં

ખૂલવાની એ જ ખાત્રી આપશે


કોઈ રસ્તાને ખરો મતલબ સુધીર

એના પર ચાલીને યાત્રી આપશે


( સુધીર પટેલ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.