નામ-સ્મરણ

By heenaparekh  

નામ લીધું ત્યાં પ્રગટ્યા દીવા

મને મળ્યું અજવાળું પીવા


નામ લીધું ત્યાં મહેક્યાં ફૂલો

હાર પહેરાયો મારી ગ્રીવા


નામ લીધું ત્યાં મળિયાં હૈયાં

નામ ને રૂપનાં મંગલ વિવા


નામ લીધું ત્યાં પૂરી ડૂબકી

મોતી પામ્યા સૌ મરજીવા


નામ લીધું ત્યાં કોઠા ટાઢા

નામ જ શક્તિ, નામ જ શિવા


( હર્ષદ ચંદારાણા )

Share

One Comment

  1. Bhagvanji
    Posted December 9, 2008 at 1:37 pm | Permalink | Reply

    OK GOOD MASSAGE

    નામ લીધું ત્યાં પૂરી ડૂબકી

    મોતી પામ્યા સૌ મરજીવા

    REGARDS

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME