નામ-સ્મરણ Dec9 નામ લીધું ત્યાં પ્રગટ્યા દીવા મને મળ્યું અજવાળું પીવા નામ લીધું ત્યાં મહેક્યાં ફૂલો હાર પહેરાયો મારી ગ્રીવા નામ લીધું ત્યાં મળિયાં હૈયાં નામ ને રૂપનાં મંગલ વિવા નામ લીધું ત્યાં પૂરી ડૂબકી મોતી પામ્યા સૌ મરજીવા નામ લીધું ત્યાં કોઠા ટાઢા નામ જ શક્તિ, નામ જ શિવા ( હર્ષદ ચંદારાણા )
OK GOOD MASSAGE
નામ લીધું ત્યાં પૂરી ડૂબકી
મોતી પામ્યા સૌ મરજીવા
REGARDS