અસલની આગ હવે ના ઓલવાય
અલપની આગતો ભડભડ થાય.
ધીમાં ધીમાં ઝેર જલેને, મન પ્રિતે પ્રોવાય
કાળલીલાનો કારમો ઓચ્છવ, ઉજવું અંતરિયાળ…
અસલની…
એકલા પંડ્યે, ઓહો ઓહો, જગથી જૂદું જણાય
રાગને રાગીણી, છંદ ને મંતર માંહ્યલી પા ઉભરાય
અસલની…
ગંગા જમના લ્હેરાં લીચે ને વળી હેમાળો હરખાય
પડછંદાના ધોષ ગભીરા, ચોગરદમ ચકરાય…
અસલની…
નામ, ધામ ને તીરથ તપોદક આજુબાજુ ઘુમરાય
અમથી એંટમાં આવી તૃષ્ણાબાઈ, અધવચ ઝોલાં ખાય
અસલની…
યમ નિયમ ને લોમ વિલોમે, પાતળાં પડળ ચિરાય
હેતાળવાં થઈ હરખપદૂડાં, આનંદ મંગળ ગાય
અસલની…
( સુરેન ઠાકર ‘મેહુલ’ )
મનનાં પાતળાં પડળો ચિરાઈ જાય એવી રચના .. વાહ વાંચી માંહ્યલો રાજીરાજી થઈ ગયો!
Good use of metaphors and the arrangement is even substantial.