કહ્યું એથી વધારે ગુપ્ત રાખ્યું છે
બધું ઘરમાં છે દ્વારે ગુપ્ત રાખ્યું છે
હકીકત છે હ’કારે ગુપ્ત રાખ્યું છે
પ્રથમ પળથી જ પ્યારે! ગુપ્ત રાખ્યું છે
ઘડ્યા મનમાં ને મનમાં લાખ મનસુબા
પ્રકટ કહેવામાં ભારે ગુપ્ત રાખ્યું છે
રહસ્યો તળનાં જાણી લે છે મરજીવા
નદીએ તો કિનારે ગુપ્ત રાખ્યું છે
હવે આઠે પ્રહર ચર્ચાય છે વિગતે
અમે જે છાસવારે ગુપ્ત રાખ્યું છે
રહ્યું ના માત્ર તારા એક્થી છાનું
જે સઘળું શત-હજારે ગુપ્ત રાખ્યું છે
( સંજુ વાળા )
it is very interting to read this poem. it give massage to keep gut with you
hemant doshi at mumbai.
sanju bhai..bau j saras kavita lakhi che…thank you..tamara jeva kavio and lekhako ne lidhe j aje gujarati sahitya ni garima taki rahi che..
મને આજે છેક ખબર પડી કે મારી કવિતાઓ અહીં પણ છે. આપ મને કહેતા પણ નથી !!!!!!!!!!!!!!!!!!!!!!