અમે રહ્યા એકાકી!
માંડ મળ્યા અણસાર પરંતુ મોંમેળા તો બાકી!
અમે રહ્યા એકાકી!
જળનો સ્પર્શ કદીક ખરો પણ નહીં સુખ પલળ્યાનું,
આઠે અંગ બળતરા ને ઓસાણ નહીં સળગ્યાનું;
નજરે તો કૈંક ચડે નહીં, બસ એમ જ રહેવું તાકી!
અમે રહ્યા એકાકી!
અમે એક દિ અનેક થઈને ઊગશું તારે આંગણ,
ખેંચી કાઢે મૂળ કે ગણે પાંદડાં હર ક્ષણ;
પથ્થરમાંથી પ્રગટ થવાની હોડ બકી છે પાકી!
અમે રહ્યા એકાકી!
( હર્ષદ ત્રિવેદી )
સુંદર કાવ્ય પસંદગી તમારા ‘અત્યંત સાહિત્યિક રસ’નો મજબૂત પૂરાવો છે.
આગળ જોઉં,પાછળ જોવું બાકી;
પાછળ મુજને કોણ રહ્યું છે તાકી?
પીધા વગર ચાલ્યો ગયો શરાબી
આજે ઊંઘ ઊડી ગઈ તારી,સાકી.
ame ek di anek thai ne ugashu tare aangad ,,,,,,,,,,,and on sunder kawya dil ne sharshi gayu.