http://heenaparekh.com/2008/12/17/maro-prastav/
મારો પ્રસ્તાવ છે: આ રાતને બાળી નાખો.
મારો પ્રસ્તાવ છે: આ દેખીતી અર્થહીન વસ્તુઓ,
આ અંધકાર,
આ પવનની ગેરહાજરી,
એમને ઉછીનો અવાજ આપો.
મારો પ્રસ્તાવ છે: મારા ઓરડાના શાંત
ખૂણાને બડબડાટથી ગાંડો બનાવી મૂકો,
ઘણાં બધાં ભૂલકાંઓનું હાસ્ય લાવો,
અજબગજબનાં રમકડાં લાવો
અને વધુ ઉજ્જવળ પ્રકાશ, સુખ લાવો.
મારો પ્રસ્તાવ છે: ભૂલી જઈએ આપણે આ શિયાળાને
ગુમાવ્યાની આ શાશ્વત સંવેદનાને,
ભૂલી જઈએ આપણે આ નિદ્રાધીન,
નિદ્રાવિહીન થાકને.
મારો પ્રસ્તાવ છે એમને જિંદગી આપો.
( લોકનાથ ભટ્ટાચાર્ય )



One Comment
મારો પ્રસ્તાવ છે: મારા ઓરડાના શાંત
ખૂણાને બડબડાટથી ગાંડો બનાવી મૂકો,
ઘણાં બધાં ભૂલકાંઓનું હાસ્ય લાવો,
અજબગજબનાં રમકડાં લાવો
અને વધુ ઉજ્જવળ પ્રકાશ, સુખ લાવો.
Khub saras che aa line !!