આપણને નહીં ફાવે

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,

પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહિ આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,

ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,

સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તને ચાહનારાઓને પણ ચાહું?

તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉં છું ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલીલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,

ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

( ખલીલ ધનતેજવી )

11 thoughts on “આપણને નહીં ફાવે

 1. Hello mam very good poem
  આપણને નહીં ફાવે

  તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

  અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

  કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,

  પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
  ખલીલ ધનતેજવી

 2. મારા અમદાવાદના મસ્ત શાયર .

  એમને એક વાર ટાઉન હોલમાં સાંભળ્યા હતા. એમની બુલંદી અને મીજાજ લાજવાબ છે.
  પણ..
  મારી પત્નીય હવે મને દાદા કહે છે , એ વ્યથાનું શું?!!!

 3. Pingback: તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. « My Collection of Gujarati Literature

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.