યુ સી

આવ જો આવી શકે તારી ખુશી, યુ સી

ક્યાં ગઈ તી આમે તું મને પૂછી, યુ સી

મેં વહી જાતા પવન પર કોર્યું તારું નામ

શો ફરક પડશે હવે એને ભૂંસી, યુ સી

સાવ કેમ છો નો પણ વ્યવહાર જેની સાથ નહીં

શું કરું એ ક્ષણનું સરનામું પૂછી, યુ સી

તું રૂમાલોની ગડી માફક ભલે અકબંધ રહે

હું હસી શકતો નથી આંખો લૂછી, યુ સી

( સંદીપ ભાટિયા )

One thought on “યુ સી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *