પ્રથમ પડાવ

જાન્યુઆરી ૫, ૨૦૦૯

સવારે ૭.૩૦ વાગ્યે નીકળવાનું વિચાર્યું હતું. પણ અમને ૭ જણાને ( હું, મમ્મી, પપ્પા, USAથી આવેલ મારા મામા, મામી અને તેમના બે દીકરાઓ ) તૈયાર થતાં થોડું મોડું થઈ ગયું. લગભગ ૮ વાગ્યે અમે Tavera ગાડીમાં ગોઠવાઈને શિરડી જવા નીકળ્યા. વલસાડથી શિરડી જવા માટે મારી જાણ મુજબ ત્રણ રુટ છે. એક સાપુતારા થઈને, બીજો સુરત મનોર નેશનલ હાઈવે નં. ૮ પરથી ચારોટી થઈને અને ત્રીજો ધરમપુર-કપરાડા થઈને. અમે ધરમપુરવાળા રસ્તે નીકળ્યા. રસ્તામાં ટ્રાફિક પ્રમાણમાં ઘણો ઓછો હતો અને રસ્તાઓ પણ સારી સ્થિતિમાં હતા એટલે રસ્તો જલ્દી કપાતો હતો. મારા કઝિનોએ બળદગાડાના, માણસોથી ભરેલ છકડાના અને પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ દર્શાવતા બોર્ડના ફોટોગ્રાફ્સ લીધા. ધરમપુર છોડ્યા પછી ધીમે ધીમે ડુંગરાળ પ્રદેશો આવવાની શરૂઆત થઈ. ઉંચાણવાળા પશ્ચિમી ઘાટના રસ્તાઓ પરથી તળેટીનો વિસ્તાર દેખાતો હતો તે અન્ય હિલ સ્ટેશનોની યાદ અપાવે તેવો હતો. પરંતુ હજુ આ વિસ્તારમાં ટુરિઝમને લગતી કોઈ સુવિધા ન હોવાથી ટુરિસ્ટોની નજરમાંથી બચીને રહ્યો છે.

Way to Nasik-2
Way to Nasik-1

Way to Nasik-2
Way to Nasik-2

મહારાષ્ટ્રની સરહદ શરૂ થઈને રસ્તાની હાલત થોડી બગડી. ૧૨.૧૫ એ અમે નાસિક પહોંચ્યા. બધાને કકડીને ભૂખ લાગી હતી એટલે કોઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા માટે ટ્રાઈવરને કહ્યું. ડ્રાઈવર અમને હોટલ દ્વારકામાં લઈ ગયો. અંદર જઈને બેઠા પણ ટેબલ પર માખીઓ બણબણતી હતી. મારા કઝિન દેવેશને ચોખ્ખાઈની બાબતમાં ઘણી સૂગ. એ આવું કંઈ ચલાવી ન લે. એટલે અમે ત્યાંથી ઉભા થયા અને ડ્રાઈવરને બીજી કોઈ રેસ્ટોરન્ટમાં લઈ જવા કહ્યું.  એ અમને વુડલેન્ડમાં લઈ ગયો. ત્યાં રેસ્ટોરન્ટ તો સારી હતી પણ ટોયલેટ ઘણું ગંદુ હતું. એટલે દેવેશે તેને પણ નાપસંદ કરી. વુડલેન્ડની સામે જ કામથ હોટલ હતી. પણ તે બતાવવાની અમે હિંમત જ ના કરી. આખરે મામાએ ડ્રાઈવરને તાજ ગ્રુપની ધ ગેઈટ વે હોટલમાં લઈ જવા કહ્યું. અરીસા જેવા ચોખ્ખા રેસ્ટ રૂમમાં અમે ફ્રેશ થયા અને પછી જમ્યા.

The Gate Way Hotel-Nasik
The Gate Way Hotel-Nasik

મામી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ત્યાં અમેરિકામાં આવી સુવિધાઓ બહુ સારી રીતે ઉપલબ્ધ. થોડા થોડા અંતરે તમને સ્વચ્છ શૌચાલયો મળી રહે. જ્યારે આપણા અહીં મનુષ્યની મૂળભૂત જરૂરિયાત પ્રત્યે સરકાર ખાસ્સી ઉદાસીન. જો કે હવે ઘણી જગ્યાઓએ સુલભ શૌચાલયો બનાવવામાં આવ્યા છે પણ તે ભારતની વસ્તીના પ્રમાણમાં ઘણાં ઓછા.

નાસિકમાં જ અમને ૨-૨.૧૫ વાગી ગયા હતા. ત્યાંથી અમે શિરડી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં શિરડી જવા માટે નીકળેલા ઘણાં બધાં પદયાત્રીઓની જુદી જુદી ટુકડીઓ મળતી રહી. બપોરના તાપમાં ખૂલ્લા પગે પણ તે બધા પોતાની મસ્તીમાં ચાલી રહ્યા હતા. આ બધા આટલી મોટી સંખ્યામાં શા માટે ચાલી રહ્યા હતા એ મારા બન્ને કઝિન દેવેશ અને દેવાંગને સમજાવવું અમારા માટે મુશ્કેલ હતું.

લગભગ ૪ વાગ્યે અમે હોટલ શ્રધ્ધા ઈનમાં પહોંચ્યા. અમારું બુકિંગ મેં અગાઉથી  કરાવ્યું હતું એટલે તરત જ રૂમ ભેગા થયા.

Shraddha Inn-Shirdi

Share this

12 replies on “પ્રથમ પડાવ”

  1. Heenaben,

    Very Good commentary. Yes, India is dirty. Even, our temples are dirty. Imagine India without Gandhji. It would be much dirty. Gandhji brought awarness of cleaniness. Thank you.
    Aavajo.

    Vinod Patel, USA

  2. Heenaben,

  3. i was in u.s.a. at houston fof 3 manth and now i can understand very well your problam and hope
    thing will inprove in india
    thank you.
    hemant doshi at mumbai

  4. i was in u.s.a. at houston fof 3 manth and now i can understand very well your problam and hope
    thing will inprove in india
    thank you.
    hemant doshi at mumbai

  5. HOW POORLY OUR HOTEL MANAGEMENTS ARE MAINTAING THE HOTELS.NOT ONLY HOTELS BUT CITIES AND ROADS ARE DIRTY AND UNHYGENIC FOR THE LAW PROTECTS D SWEEEPER WHO DONOT DO THEIR DUTIES HONESTLY.

  6. HOW POORLY OUR HOTEL MANAGEMENTS ARE MAINTAING THE HOTELS.NOT ONLY HOTELS BUT CITIES AND ROADS ARE DIRTY AND UNHYGENIC FOR THE LAW PROTECTS D SWEEEPER WHO DONOT DO THEIR DUTIES HONESTLY.

  7. એમ કહેવાય છે ને કે સ્વચ્છતા ત્યાં પ્રભૂતા! પણ આપણે ત્યાં તો પ્રભુના મંદિરમાં જ પાણી દૂધ-પાણી ખદબદતું હોય!

    અમુક ધર્મમાં ધાર્મિકસ્થાનોમાં જતા પહેલા સ્વચ્છ થવાની વિધી હોય છે એ રીતે આપણે ત્યાં મંદીરમાંથી નીકળી કમ સે કમ પગ ધોવાની વ્યવસ્થા હોવી જોઈએ જેથી આપણા મોજા તો ન બગડે!

    તમે કહો છો ને કે “આપણે અહીં મનુષ્યની મૂળભૂત જરૂરિયાત પ્રત્યે સરકાર ખાસ્સી ઉદાસીન છે” તો આમાં મારે એક વાત ઉમેરવાની કે આપણે લોકો (શિક્ષિત-અશિક્ષિતની તો વાત જ નથી) દરેક ગંદકી કરીને કે એને ચલાવીને NRI ને અહિંથી ભારત પ્રત્યે “સુગ” લઈ જવાની ફરજ પાડીયે છીએ. કોમે ન્ટ કરતા લેખ જેવું લાગશે પણ બે વાત કરી જ લઉ.

    મોટામાણસો કહી શકાય એવા લોકોની લંચ-ડિનર પાર્ટીમાં માણસોના વર્તન જોયા છે ને? એમાં ક્યા સરકાર આવે?

    ઉપરાંત હોટેલ્સમાં પણ સરકાર કરતા કસ્ટમરની જાગૃતતાથી સુધારો થઈ શકે. આપણે સુધરશું તો સરકારે અપને આપ જ સુધરવું પડશે.

    બાબા રામદેવ દેશ પ્રત્યેની આપણી ફરજો બાબતમાં સારું અભિયાન ચલાવે છે એમની વાતો સાંભળવા (અને સમજવા) જેવી છે.

  8. એમ કહેવાય છે ને કે સ્વચ્છતા ત્યાં પ્રભૂતા! પણ આપણે ત્યાં તો પ્રભુના મંદિરમાં જ પાણી દૂધ-પાણી ખદબદતું હોય!

    અમુક ધર્મમાં ધાર્મિકસ્થાનોમાં જતા પહેલા સ્વચ્છ થવાની વિધી હોય છે એ રીતે આપણે ત્યાં મંદીરમાંથી નીકળી કમ સે કમ પગ ધોવાની વ્યવસ્થા હોવી જોઈએ જેથી આપણા મોજા તો ન બગડે!

    તમે કહો છો ને કે “આપણે અહીં મનુષ્યની મૂળભૂત જરૂરિયાત પ્રત્યે સરકાર ખાસ્સી ઉદાસીન છે” તો આમાં મારે એક વાત ઉમેરવાની કે આપણે લોકો (શિક્ષિત-અશિક્ષિતની તો વાત જ નથી) દરેક ગંદકી કરીને કે એને ચલાવીને NRI ને અહિંથી ભારત પ્રત્યે “સુગ” લઈ જવાની ફરજ પાડીયે છીએ. કોમે ન્ટ કરતા લેખ જેવું લાગશે પણ બે વાત કરી જ લઉ.

    મોટામાણસો કહી શકાય એવા લોકોની લંચ-ડિનર પાર્ટીમાં માણસોના વર્તન જોયા છે ને? એમાં ક્યા સરકાર આવે?

    ઉપરાંત હોટેલ્સમાં પણ સરકાર કરતા કસ્ટમરની જાગૃતતાથી સુધારો થઈ શકે. આપણે સુધરશું તો સરકારે અપને આપ જ સુધરવું પડશે.

    બાબા રામદેવ દેશ પ્રત્યેની આપણી ફરજો બાબતમાં સારું અભિયાન ચલાવે છે એમની વાતો સાંભળવા (અને સમજવા) જેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.