પંખીઓ ઊડવાના ક્લાસ નથી ભરતાં
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,
ખૂશબોએ વાયરાનું ટ્યુશન ક્યાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.
ભ્રમરો વિશારદ નથી તોય ગાય
કહે ફૂલોને કાનમાં પતંગિયા,
બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા.
ઝરણાઓ પૂછીને ભૂસકાં ન મારતાં
કેટલીક મેળવવાની ખ્યાતિ.
ઝાડવાંઓ યોગાસન શીખ્યાં નથી જ
છતાં ઊભાં અઠંગ એક ચરણે,
કીડી મંકોડાને ચિંતા ક્યાં હોય છે
કોણ મારી દીકરીને પરણે.
ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી.
પર્વત પણ બી.એ., બી.એડ. નથી તોય
એની વાદળ સુધીની પહોંચ,
માણસ શું શીખ્યાં કે માણસાઈ લંગડાતી
મનમાં પહેરી જાણે મોચ.
આપણને નહીં એ લોકોને જોઈને
ઈશ્વરની છાતી ફુલાતી.
( મુકેશ જોશી )
hello dear friend ,its very natural nice
પંખીઓ ઊડવાના ક્લાસ નથી ભરતાં
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,
ખૂશબોએ વાયરાનું ટ્યુશન ક્યાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.
mukesh bhai khubaj saras kavita.khubaj saras.tamari maa,agar to mari ba a kavita sambhadi chhe.su lakhu shabdo nathi khubaj sunder upmao aapi chhe.teni same manas kharekhar ketlobadho vamno chhe .a kharekhar satya chhe.
ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી.
બહુ સાચી વાત છે … કમ સે કમ આપણે એમાંથી કાંઈક શીખીએ. આખી કૃતિ ખુબ સરસ છે.
સરસ રચના
manas shu shikhya ?
irsha sivai kai nathi shikhya
Mukeshbhai tamari rachna bahuj saras chhe.