આ ચણાયેલા હવે પથ્થર વિશે હું શું લખું?
ભીંતમાં પોલાણ પડતા ઘર વિશે હું શું લખું??
કેટલી મીઠી નદીઓને સમાવી હોય છે!
ખૂબ ખારાદવ હવે સમદર વિશે હું શું લખું?
એક પીંછું પાંખથી ફરકી અને તૂટી ગયું
આજ ખાલીપા ભર્યા અંબર વિશે હું શું લખું?
સાવ લીલીછમ હવાઓના ભરોસે નીકળ્યો-
એક રણમાંના સુકાતા થર વિશે હું શું લખું?
કોક બોલાવે મને લીલોતરી ફૂટ્યા પછી-
એક પડતર સ્વપ્નના ખેતર વિશે હું શું લખું?
( મનીષ પરમાર )
કોક બોલાવે મને લીલોતરી ફૂટ્યા પછી-
એક પડતર સ્વપ્નના ખેતર વિશે હું શું લખું?
wah…shu lakhu puchi ne bahu badhu lakhi kadhyu ne kai….saras rachna 6e..
http://akshitarak>wordpress.com