રોજ મારા લોહીમાં ટહુકા કરે તે કોણ છે,
રેશમી શમણાં લઈ પગલાં ભરે તે કોણ છે.
મખમલી ચાદર વણું છું સ્નેહભીના તાંતણે,
હે કબીરા, આ ગઝલમાં અવતરે તે કોણ છે!
હું અષાઢી બીજ પર સપનાં લખું છું પ્રેમનાં,
ચાંદની રાતે નજરમાં તરવરે તે કોણ છે!
ધૂળમાં ચકલી નહાતી જોઈને સમજી જશો,
આંગણે વરસાદ માફક ઝરમરે તે કોણ છે!
કોણ તું કોણ હું છું પૂછ મા આસીફને,
રાતભર માથું નમાવી કરગરે તે કોણ છે!
( મીરા આસીફ )
VAAH VAAH,
મખમલી ચાદર વણું છું સ્નેહભીના તાંતણે,
હે કબીરા, આ ગઝલમાં અવતરે તે કોણ છે!
KHOOB SARAS RACHNA…
NICE..enjoyed !
સરસ રચના!!
મનના કોઈ અગમ્ય ખૂણે ખલેલ પહોંચાડે
ને તો પણ એ ગમ્યા કરે તે કોણ છે….