દાતાને ઘેર તોટો હોઈ શકે – તે ખોટું.
અનુપમનો કોઈ જોટો હોઈ શકે – તે ખોટું.
એકાદ અંશ બાબત મતભેદ માન્ય છે પણ,
આખો વિચાર ખોટો હોઈ શકે – તે ખોટું.
વિધ્યુલ્લિપિ સ્વરૂપે પણ વ્યક્ત થાય છે તે,
સંવેદનાનો ફોટો હોઈ શકે – તે ખોટું.
બિંદુ વગર ન નાની લીટી ય થઈ શકે છે,
કો જન્મતાં જ મોટો હોઈ શકે – તે ખોટું.
અરધા ભરેલને કો ખાલી કહે જો અરધો,
ઝગડાનું મૂળ લોટો હોઈ શકે – તે ખોટું.
( વિજય રાજ્યગુરુ )
સાચી વાત છે.
આપના આખરી પડાવની રાહ જોઇ રહી છું.
TRUE..very true !
Dr, CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com See you there.
ardja bharel ne ko khali kahe jo ardho
jadanu mool LOTO hoi shake. te khotu…
datarne gher tohoi shake te khotu ””saav sachi waat che.
Comment by:ChandraVaitha
it very good .keep it up
thank you.
hemant doshi at mumbai