ફકીરા

દુનિયા આખી રાંક ફકીરા,

કોનો કાઢું વાંક ફકીરા?

હોડીમાં પણ થડકો લાગે,

હળવે હળવે હાંક ફકીરા.

આજુબાજુનું રહેવા દે,

ભીતર થોડું ઝાંખ ફકીરા.

દાણા જેવું ક્યાં, ડૂંડામાં?

ખાલી ઢૂસા ફાક ફકીરા.

અવર-જવર ત્યાં કરતી કીડી,

કાણું એમાં ક્યાંક ફકીરા.

કલમ લોહીમાં બોળી તોયે,

કોરી લાગે ટાંક ફકીરા.

નજરું એની સાવ મલાખી,

ચહેરો થોડો ઢાંક ફકીરા.

( જયંતી પટેલ )

3 thoughts on “ફકીરા

  1. kalam lohima bodi toye ,kori lage tank fakeer
    najaru eni saav malakhi ,chahero thodo dhank
    fakeeraaaaaaaaaaaa…….Jayantbhai rachna
    bahu saras chhe.

    comment by:Chandra.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.